Monday, December 3, 2018

“જરૂરિયાત ઓછી કરી જીવતા શીખીએ” તરીકે ઉજવાશે. જેમાં....બાળકોને શોખ/ખોટી ઈચ્છાઓ/બિન જરૂરી જરૂરિયાતો /ફેશન/ખોટા દેખાવો/ફિલ્મી નકલ/બિન જરૂરી ખાન-પાન થી માત્ર જીવનના મૂલ્યો જ નહિ પરંતુ અમૂલ્ય જીંદગી પણ વેડફાય છે...એ શીખવાશે.. ખોટી જગ્યાએ વેડફાયેલા પૈસા જો બચાવવામાં આવે તો જીવનની અનેક મુશ્કેલ સંભાવનાઓ થી બચી શકાય છે... એક-એક પાય આવનાર પળ માટે કિંમતી બની શકે છે.... અહિ વાત માત્ર પૈસાની જ નહિ... સમય-સંગત-શક્તિ-સમજની પણ છે... - ખોટી રીતે-ખોટી જગ્યાએ-ખોટી વ્યક્તિ સાથે સમય ન જ બગાડવો. - ખોટી અને ખરાબ આદતમાં સમય-ધન ન જ બગાડવા. - ખોટા સમય - સંગત તથા આદતો માં યુવાને-બાળકે શક્તિ ન જ બગાડવી. - તમારી સમજદારી સાચી-સારી બાબતોમાં સતત લગાવતા રહો. “આવતા શનિવાર સુધીમાં બાળક પોતાના પરિવાર સાથે સર્ચા-વિચારણા- વિમર્શ કરી ઘર અને પરિવારના નાણા બચાવવા પરિવાર સાથે શું-શું કરી શકે....અને શું-શું કરશે એ અંગે બેસ્ટ idea આપશે...જે બાળકો બેસ્ટ idea આપશે..એ જય જનનીના સાચા હિરો હશે....એમને શાળા સન્માનિત કરશે... “દરેક વ્યક્તિએ શોખ કરતા પહેલા પોતાના માતા-પિતાની નાનકડી ઈચ્છાઓને પણ પ્રાધાન્ય આપવું જોઈએ” - આપની- જય જનની વિદ્યાસંકુલ-તળાજા


No comments:

Post a Comment

આજની વાલી મીટિંગમાં આપ સૌ વાલીશ્રીઓની ઉપસ્થિતિ બદલ જય જનની સાયન્સ સ્કૂલ આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. તમારી આ મોટી સંખ્યામાં હાજરી શાળા પ્રત્યેની તમારી પ્રતિબદ્ધતા અને વિશ્વાસ દર્શાવે છે.

  આ મીટિંગ દરમિયાન, તમે શાળાના વિકાસ અને બાળકોના ભવિષ્ય માટે જે પ્રશ્નો, સૂચનો અને મૂંઝવણો રજૂ કરી છે, તે બધા પર અમે ગંભીરતાથી વિચારણા કરી ર...