Sunday, December 16, 2018
એકાગ્રતા અને યાદશક્તિ વધારવામાં રામબાણ ઈલાજ છે.આપણા પૂર્વજોની અણમોલ દેન સમાન આ ત્રાટક એકાગ્રતા વધારવાનું એક અનમોલ શસ્ત્ર છે. નબળા મધ્યમ તથા હોશિયાર તમામ વિદ્યાર્થીઓ માટે વરદાનરૂપ છે. અભ્યાસમાં આગળ વધવા માટે દરેક વિદ્યાર્થીએ દરરોજે એકવાર ત્રાટકમાં અવશ્ય બેસવું જ જોઈએ. ત્રાટક અભ્યાસ સિવાય કોઇપણ ક્ષેત્રમાં સફળતા અપાવવામાં પણ મદદરૂપ બને છે. ત્રાટકના સહારે કોઇપણ લક્ષ્ય મેળવી શકાય છે........................-: ત્રાટક વિધિ :- - આ કાર્ડને પોતાનાથી ૪ ફૂટ દુર પોતાની ઉચાઈ પ્રમાણે આંખની બિલકુલ સામે રહે તે રીતે દિવાલ પર લગાવો. - ત્યારબાદ આ કાર્ડમાં દોરેલ બિંદુ (ટપકા) સમક્ષ આંખના પલકારા માર્યા વગર એકીટસે નિહાળતા રહો. - ખાસ ધ્યાને રાખવું કે આંખો ફાડી-ફાડી ને નહિ જોતા અર્ધોન્મીલિત આંખે જોવું. - જાંખા અજવાળામાં ન નિહાળતા પૂરતા અજવાળામાં બેસી શરૂઆતમાં ૨-૩ મિનીટથી શરુ કરવું. - ખાસ નોંધ લેવી કે તેજ હવા કે તેજ પંખા નીચે ન જ બેસવું. - શરૂઆતમાં આંખમાં આંસુ જલ્દી આવી જશે. પરંતુ એનાથી આંખને કોઈ નુકશાન થતું નથી. - આજુ-બાજુમાં પણ ક્યાય ન જોતા એકાગ્ર મને એકી ટસે એ છીદ્ર સમક્ષ જ જોતા રહેવું. - બાજુમાં કે અન્ય ક્યાય આંખને લઈ ન જતા...એક પલકારા પણ માર્યા વગર જોતા રહેવું. - ધીરે-ધીરે બાળકની એકાગ્રતા અને યાદશક્તિ વધતી રહેશે. - નિયમિતતા જાળવવાથી બાળકના અભ્યાસ અને કોઇપણ ક્ષેત્રમાં પ્રગતિ નિશ્વિત પણે વધશે. - નબળા અને કમજોર બાળકો માટે તો આ અકસીર રામબાણ ઉપાય છે. - ધીરે-ધીરે અભ્યાસ કરતા વધુમાં વધુ ૩૦ મિનીટ સુધી અભ્યાસ કરવો. માત્ર બાળકો જ નહિ....પરંતુ....! કોઇપણ ઉમરના કોઇપણ વ્યક્તિ ત્રાટક કરી શકે છે...............“ત્રાટક નું મહત્વ” એકાગ્રતા અને યાદશક્તિ વધારવામાં રામબાણ ઈલાજ છે.આપણા પૂર્વજોની અણમોલ દેન સમાન આ ત્રાટક એકાગ્રતા વધારવાનું એક અનમોલ શસ્ત્ર છે. નબળા મધ્યમ તથા હોશિયાર તમામ વિદ્યાર્થીઓ માટે વરદાનરૂપ છે. અભ્યાસમાં આગળ વધવા માટે દરેક વિદ્યાર્થીએ દરરોજે એકવાર ત્રાટકમાં અવશ્ય બેસવું જ જોઈએ. ત્રાટક અભ્યાસ સિવાય કોઇપણ ક્ષેત્રમાં સફળતા અપાવવામાં પણ મદદરૂપ બને છે. ત્રાટકના સહારે કોઇપણ લક્ષ્ય મેળવી શકાય છે.
Subscribe to:
Post Comments (Atom)
-
👉 જય જનની વિદ્યા સંકુલ બપાડામાં આજે રક્ષાબંધનની ભવ્ય ઉજવણી થઈ 👉 જેમાં શાળાની બહેનો દ્વારા સરહદ પર તેનાત.. સૈનિકો તથા આપણા લોકપ્રિય વડાપ્ર...
No comments:
Post a Comment