જય જનની વિદ્યાસંકુલ- બપાડા મા વર્ષોથી ચાલી રહેલા રોડ સેફ્ટી અભિયાન અંતર્ગત અને સરકાર શ્રી ના રોડ સેફ્ટી વિષે વિદ્યાર્થીને જાગૃત કરવાના કાર્યક્રમ અંતર્ગત આજે ભાવનગર RTO ઓફિસમાથી RTO ઇન્સ્પેક્ટર શ્રી પી.જે.વાઢેર સાહેબ તથા GISF ગાર્ડ શ્રી હર્દીપસિંહ ગોહિલ તથા રોડ સેફ્ટી ટ્રેનર શ્રી અમિતભાઈ જાદવ. શાળામાં પધાર્યા હતા અને શાળા ના સંચાલક ભાવેશભાઈ કોરડિયા સાથે રહીને વિદ્યાર્થીઓને રોડ ઉપર ચાલતી વખતે કે વાહન ચલાવતી વખતે શું તકેદારી રાખવી અને કયા નિયમોનું પાલન કરવું તેમજ નિયમના ભંગ કરવાથી થતાં અકસ્માતો વિષે વિસ્તૃત માહિતી આપી હતી. અને વિદ્યાર્થી ઓને તોપના ઘર પરિવાર માંથી જે લોકો વાહન ચલાવે છે તેને હેલ્મેટ તેમજ શિટબેલ્ટ બધવા અને RTO ના નિયમોનું પાલન કરવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી. RTO ભાવનગર ટીમની આ મહેનતને શાળા પરિવાર બિરદાવે છે અને આવા કાર્યક્રમો થકી જે ઘરો અકસ્માતના કારણે ઉજડી રહ્યા છે એ બચાવી શકાશે એવી આશા વ્યક્ત કરે છે.
Subscribe to:
Post Comments (Atom)
-
👉 જય જનની વિદ્યા સંકુલ બપાડામાં આજે રક્ષાબંધનની ભવ્ય ઉજવણી થઈ 👉 જેમાં શાળાની બહેનો દ્વારા સરહદ પર તેનાત.. સૈનિકો તથા આપણા લોકપ્રિય વડાપ્ર...
No comments:
Post a Comment