જય જનની વિદ્યા સંકુલ બપાડા ખાતે બાળકો એ જાતે સિડ્સ બોલ બનાવ્યા
ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણ ના લીધે વરસાદ અને ઋતુચક્રમાં અનિયમિતતા જોવા મળે છે જેના લીધે જયજનની વિદ્યા સંકુલ ના બાળકોએ પોતાની જાતે જ આખા વર્ષ દરમિયાન એક લાખ વૃક્ષનું વાવેતર કરી પર્યાવરણનું જતન કરશે
જેમાં બાળકો પોતે જ સિડ્સ બોલ બનાવ્યા જાતે જ બીજ લાવ્યા માટી અને એમાં ગોબરને ભેળવી આ બોલ બનાવ્યા હતા અને બાળકોએ જાતે જ આ વૃક્ષારોપણની શરૂઆત પણ કરી દીધી છે હાલ 25000 વૃક્ષોનું વાવેતર થઈ ચૂક્યું છે
જેમાં જાંબુડા ના બીજ લીમડાના બીજ આંબાના બીજ.. વડલાના બીજ આમળાના બીજ નું વાવેતર કરવામાં આવ્યું છે તેમજ આ જ્યાં ઉજ્જડ જગ્યા છે ડુંગરાળ વિસ્તાર છે ત્યાં તેમનું વાવેતર કરવામાં આવી રહ્યું છે
સંસ્થા દ્વારા જે આ પ્રોજેક્ટની શરૂઆત થઈ છે તેમાં શાળાના ટ્રસ્ટી શ્રી સંચાલક શ્રી અને આચાર્યશ્રી તેમજ સમગ્ર સ્ટાફગણ જેહમત ઉઠાવી રહ્યો છે અને આ પ્રોજેક્ટ આ વર્ષના અંતપહેલા જ પૂર્ણ કરી દેવામાં આવશે
આ નિર્ણયને તળાજા વાસીઓએ તેમજ વાલી શ્રી એ આવકાર્યો હતો
No comments:
Post a Comment