નમસ્કાર....
બપાડા ખાતે આવેલ જય જનની વિદ્યાસંકુલ દ્વારા રક્ષાબંધન પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. રાષ્ટ્રપ્રેમ, સેવા, સુરક્ષા, એકતા અને સંસ્કારના સંદેશ સાથે શાળાની બહેનોએ વિવિધ ક્ષેત્રમાં સેવા આપતા કર્મચારીઓને રક્ષાસૂત્ર બાંધી શુભકામનાઓ પાઠવી હતી.
ઉજવણીનો પ્રારંભ ભાવનગરની અંકુર વિદ્યાલયના દિવ્યાંગ બાળકો સાથે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ અલંગ રેડક્રોસ હોસ્પિટલ, તળાજા સરકારી હોસ્પિટલ અને આયુર્વેદિક હોસ્પિટલ-તળાજાના આરોગ્યકર્મીઓને રક્ષાસૂત્ર બાંધી તેમના સેવાભાવને બિરદાવવામાં આવ્યો હતો.
સાથે જ અલંગ પોલીસ સ્ટેશન, અલંગ મરીન પોલીસ સ્ટેશન અને તળાજા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓને પણ રક્ષાસૂત્ર બાંધી તેમના સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
બજરંગ દળ તળાજા ટીમ તેમજ લોક સેવા સેતુ, તળાજા ખાતે સેવાકીય કામગીરી કરતા કર્મચારીઓને પણ રક્ષાસૂત્ર બાંધી સેવા કાર્યને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ભારતીય સેના—આર્મી, એરફોર્સ અને નેવીના જવાનો, શિક્ષણ વિભાગ, જિલ્લા વહીવટી તંત્ર, તાલુકા પંચાયત, નગરપાલિકા, ગ્રામ પંચાયત અને પ્રાથમિક શાળાઓ સહિત રાષ્ટ્ર અને સમાજસેવામાં જોડાયેલા તમામ કર્મયોગીઓ પ્રત્યે સન્માન અને કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી.
શાળામાં પણ ભાઈ-બહેનોએ પરસ્પર રક્ષા, સન્માન અને સહકારનો સંકલ્પ લઈ રક્ષાસૂત્ર બાંધ્યા હતા.
આમ, જય જનની વિદ્યાસંકુલની બહેનોએ રક્ષાબંધનને માત્ર ભાઈ-બહેનના પર્વ તરીકે નહીં, પરંતુ સેવા, સુરક્ષા, માનવતા, સંસ્કાર અને રાષ્ટ્રપ્રેમના પર્વ તરીકે ઉજવી અનોખો સંદેશ આપ્યો હતો.






































.jpeg)










































































































































No comments:
Post a Comment