Monday, December 1, 2025

જય જનની વિદ્યાસંકુલ -બપાડામાં આજે શ્રીમદ્ ભગવત ગીતા જયંતી મહોત્સવની અતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તળાજાનું ઘરેણું તેવા લોકસાહિત્યકાર રમણીકભાઈ ધાંધલીયા તથા ડેપ્યુટી એકાઉન્ટ તાલુકા પંચાયત જોરુભાઈ મોભ ઉપસ્થિત રહ્યા હતા.


જય જનની વિદ્યાસંકુલ -બપાડામાં આજે શ્રીમદ્ ભગવત ગીતા જયંતી મહોત્સવની અતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તળાજાનું ઘરેણું તેવા લોકસાહિત્યકાર રમણીકભાઈ ધાંધલીયા તથા ડેપ્યુટી એકાઉન્ટ તાલુકા પંચાયત જોરુભાઈ મોભ ઉપસ્થિત રહ્યા હતા. તેમ જ શાળાના માર્ગદર્શક ડી.જે. કોરડીયા સાહેબે બાળકોને સેમિનાર થકી ગીતા જયંતી મહોત્સવ પર શ્રીકૃષ્ણ જીવન દર્શન કરાવ્યું હતું. રમણીકભાઈ ધાંધલીયાએ બાળકોને કૃષ્ણ જીવન શું છે... અને જો કૃષ્ણ ન હોત તો મહાભારતના યુદ્ધમાં શું થાત. પાંડવોના માર્ગદર્શક, પથદર્શક થકી સત્યનો વિજય કરાવ્યો તે એટલે, શ્રીકૃષ્ણ તેની વાતો બાળકોને કહી હતી.. મહેમાનો દ્વારા શ્રીમદ્ ભગવત ગીતાની મહાઆરતી ઉતારવામાં આવી. તેમજ, તેમજ ભગવત ગીતાનું પૂજન કરવામાં આવ્યું હતું. તેમજ બાળકો એ શ્લોક બોલી આહલાદક વાતાવરણ બનાવ્યું હતું. તેમજ શાળામાં આજે શ્રીમદ ભગવત ગીતા અધ્યાય તેમજ અધ્યાયના શ્લોકની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ શ્રીમદ ભગવત ગીતાનું પારાયણ કરાવવામાં આવ્યું હતું. તમામ બાળકોએ શ્રીમદ ભગવત ગીતાનું પૂજન કર્યું હતું. બાળકોએ શ્રીકૃષ્ણના પાત્રો પહેરી અનોખો સંદેશ આપ્યો હતો.









































































































 

No comments:

Post a Comment

માતા-પિતા સાથે બાળકની ગર્વભરી ક્ષણની સેલ્ફી.....

માતા-પિતા સાથે બાળકની ગર્વભરી ક્ષણની સેલ્ફી.....