👉 જય જનની વિદ્યા સંકુલ બપાડામાં આજે રક્ષાબંધનની ભવ્ય ઉજવણી થઈ
👉 જેમાં શાળાની બહેનો દ્વારા સરહદ પર તેનાત.. સૈનિકો તથા આપણા લોકપ્રિય વડાપ્રધાન તેમજ મુખ્યમંત્રી ,સાંસદ , ધારાસભ્ય ,તેમજ પોલીસ સ્ટેશનમાં રાખડી કંકુ ચોખા અને એક પુસ્તક મોકલવામાં આવ્યું
👉 શાળાના આરાધ્યદેવ હનુમાનજી ને પણ સૌ પ્રથમ રાખડી બાંધવામાં આવી અને સાથે પ્રાર્થના પણ કરવામાં આવી સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય અને વિશ્વ બંધુત્વની ભાવના ખીલે અને ભારત વિશ્વ ગુરુ બને તેવી પ્રાર્થના શાળાની બહેનો દ્વારા કરવામાં આવી
👉 તેમજ શાળાની તમામ બહેનોએ શાળાના ભાઈઓને રાખડી બાંધી અને પોતાના ભાઈ પાસે
હું આજીવન બહેન તમારું રક્ષણ કરીશ
હું આજીવન વ્યસન નહીં કરું
હું મારા ચારિત્રનું રક્ષણ કરીશ
હું મારા માતા પિતા ને ક્યારેય નહીં તરછોડુ
હું આજીવન વ્યસન નહીં કરું
હું હેલ્મેટ પહેરીને જ ગાડી ચલાવીશ
હું સ્વદેશી વસ્તુ જ વાપરીશ
હું મારા રાષ્ટ્રને વફાદાર રહીશ
હું ઈમાનદાર અને પ્રામાણિક રહીશ આજીવન
હું મારી સંસ્કૃતિના મૂલ્યો નહીં ભૂલું
હું રોડ સેફ્ટી ના નિયમોનું પાલન કરીશ
રક્ષાબંધન નિમિત્તે ગીફ્ટ રૂપે આજીવન સંકલ્પ પ્રતિજ્ઞા લેવડાવી હતી
તેમજ શાળામાં ચિત્ર સ્પર્ધા વેસ્ટમાંથી બેસ્ટ રાખડી બનાવવાની સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું
👉 આજે શાળાની બહેનો દ્વારા વૃક્ષો અને રાખડી બાંધવામાં આવી અને લોકોને એક સંદેશ પાઠવવામાં આવ્યો કે આ વૃક્ષોનું આપણે જતન કરવું જોઈએ
👉 પર્યાવરણ બચાવવું જોઈએ કારણ કે પર્યાવરણ થકી જ આપણું જીવન છે, તેમજ વૃક્ષો છે આપણને ઓક્સિજન પૂરો પાડે છે એટલા માટે આપણે વૃક્ષો વાવી આપણો જ શ્વાસ બચાવવો જોઈએ એ મહત્વ સમજાવવામાં આવ્યું હતું
👉 પ્રાર્થના સભામાં ભાઈ બહેનના પવિત્ર ગીત તેમજ વક્તવ્ય ની રજૂઆત પણ કરવામાં આવી
👉 તેમજ શાળાની તમામ વિદ્યાર્થીની બહેનોએ શાળામાં અભ્યાસ કરતા દરેક ભાઈઓને કપાળમાં કુમકુમ તિલક કરી રાખડી બાંધી અને મોઢું મીઠું કરાવ્યું હતું અને તંદુરસ્ત અને પોતાના જીવનમાં ઉતરોતર પ્રગતિ કરો તેવા શુભ આશિષ આપ્યા હતા
No comments:
Post a Comment