જય જનની વિદ્યા સંકુલ બપાડા ખાતે આજે ત્રિવિધ કાર્યક્રમ યોજાયો
વિશાલભાઈ રાજ્યગુરુનું "ભાવનગર નાયબ પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી" તરીકે નિમણૂક થતા, જય જનની વિદ્યાસંકુલ-બપાડા દ્વારા તેમનો શુભેચ્છા કાર્યક્રમ યોજાયો. વિશાલભાઈ રાજ્યગુર જય જનની અભ્યાનમના આદર્શ એમ્બેસેડર છે. જેને શાળાના ટ્રસ્ટીશ્રી, સંચાલકશ્રી અને માર્ગદર્શક દ્વારા હનુમાનજીની છબી, રામાયણ પુસ્તક, સુંદરકાંડનું પુસ્તક અને સાલ ઓઢાડી સમગ્ર ભાવનગર જિલ્લામાં આપનું સરળ અને સાદગી ભર્યું જીવન દ્વારા હજારો બાળકોના અજ્ઞાનના અંધકાર દૂર કરી જ્ઞાન તરફની રોશની પ્રગટ કરો. તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. તેમજ સાંસદ ખેલ રમતોત્સવ વિજેતા થયેલા તેમજ બાળ પ્રતિભા શોધ કલા મહોત્સવમાં સમગ્ર ભાવનગર જિલ્લામાં વિજેતા થયેલા બાળકોને તેમજ ધોરણ 10 અને 12 ના બાળકો હાલ રાઉન્ડ પેપર આપી રહ્યા છે, તેમાં જે ટોપ ટેન આવેલા બાળકોને નાયબ પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી વિશાલભાઈ રાજ્યગુરુના હસ્તે સન્માન સમારોહ યોજાયો હતો. તેમજ શાળાના માર્ગદર્શક ડી.જે. કોરડીયા સાહેબ દ્વારા શાળાના 2000 બાળકોને યોગ, આસનો, સૂર્ય નમસ્કાર અને કસરત કરાવવામાં આવી હતી. સાથે સાથે તેમનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું હતું.
























































































































































































