એકાદશી મહા અભિયાન લોન્ચિંગ ઇવેન્ટ 👇🏻👇🏻👇🏻
જય જનની વિદ્યા સંકુલ બપાડા દ્વારા પૂજ્ય જયદેવ શરણ બાપુ દ્વારા થયો શુભારંભ
જય જનની વિદ્યા સંકુલ બપાડા દ્વારા આજે ગુરુપૂર્ણિમા નિમિત્ત પૂર્વ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં સર્વેશ્વર ગૌ ધામ કોબડી થી મહંતશ્રી પરમ પૂજ્ય જયદેવ શરણ બાપુ ઉપસ્થિત રહ્યા હતા
વિશ્વ હિન્દુ પરિષદ માંથી જિલ્લા સહમંત્રી નિલેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા
આ કાર્યક્રમમાં શાળાના 2000 બાળકો જોડાયા તેમજ આજના દિવસે એકાદશી મહાવ્રત મહા અભિયાન પૂજ્ય બાપુ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું જેમાં સમગ્ર તળાજાને એકાદશી વ્રત ફરવા માટે આહવાન કરવામાં આવ્યું
પૂજ્ય જયદેવ શરણ બાપુએ એકાદશીના શું લાભ છે એકાદશી થી જીવનમાં શું ફાયદો થાય છે ઉપવાસ કોને કહેવાય છે શા માટે ઉપવાસ કરાય તેમજ એકાદશી થી ભગવાન પ્રાપ્તિ થશે તેની વાતો પોતાના ઉદબોધનમાં કરવામાં આવી હતી તેમજ ગુરુપૂર્ણિમાનો સાચો અર્થ બાળકને સમજાવી જ્ઞાનનો જ્યોત પ્રગટાવી હતી
તેમજ શાળાના સમગ્ર શિક્ષક ગણનું બાપુના હાથે સન્માન કરવામાં આવ્યું
તેમાં શાળાના માર્ગદર્શક ડી.જે કોરડીયા સાહેબ દ્વારા પણ એકાદશી વ્રત વિશે જણાવ્યું કે સ્વાસ્થ્ય અભિયાન અંતર્ગત...15 દિવસે આવતી એકાદશીના વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક બન્ને લાભો છે..વ્યક્તિ માત્રએ એકાદશીના ઉપવાસ કરવા જોઈએ..એકાદશી માત્ર એક ઉપવાસ નથી પરંતુ કેન્સર...જેવા જીવલેણ રોગોથી પણ બચાવે છે...તળાજા વાસીઓને કે જેઓ એકાદશી રહેવા માંગે છે...તેઓને દર દશમના દિવસે વોટ્સએપ દ્વારા એક દિવસ અગાવ એકાદશીની માહિતી આપવામાં આવશે...અને જે લોકો એકાદશી નથી રહેતા..તેમને એકાદશીનું મહત્વ પણ સમજાવવામાં આવશે..લોકોમાં એકાદશીની જાગૃતતા લાવવા માટે આ અભિયાન હાથ ધરવામાંઆવ્યું છે..જે સમગ્ર તળાજા ના ઘર ઘર સુધી પહોંચશે
🙏🏻🙏🏻🙏🏻
આપણું શિક્ષાધામ
જય જનની સાયન્સ સ્કૂલ & હોસ્ટેલ
No comments:
Post a Comment