Tuesday, July 1, 2025

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભાવનગર ગ્રામ્ય વિસ્તાર કુટુંબ પ્રબોધન ગતિવિધિ અંતર્ગત જય જનની વિધાસંકુલ બપાડા માં આજે બાલવાટિકા અને ધોરણ 1 માં પ્રવેશ લીધેલા કુલ 130 બાળકો સાથે એના 260 વાલી સાથે આજે વિધારંભ સંસ્કાર કાર્યક્રમ યોજાયો .

 


રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભાવનગર ગ્રામ્ય વિસ્તાર કુટુંબ પ્રબોધન ગતિવિધિ અંતર્ગત જય જનની વિધાસંકુલ બપાડા માં આજે બાલવાટિકા અને ધોરણ 1 માં પ્રવેશ લીધેલા કુલ 130  બાળકો સાથે એના  260 વાલી  સાથે આજે  વિધારંભ સંસ્કાર કાર્યક્રમ યોજાયો  

જેમાં બાળકોએ પાટી પૂજન, ખડીયા પુજન, બુક પૂજન, પેન પૂજન, ગુરૂ પૂજન કર્યું.. ભારતીય સંસ્કૃતિ અનુસાર બાળકે શિક્ષણની શુભ શરૂઆત શ્રીરામ અને ઓમ શબ્દો દ્વારા કરવામાં આવી હતી. તેમજ બાળકના માતા પિતાએ પૃથ્વીનું પૂજન કર્યું ગણપતિ પૂજન કર્યું અને ભારતીય સંસ્કૃતિ અનુસાર કળશ સ્થાપના કરવામાં આવી હતી તેમજ શિક્ષણદેવી સરસ્વતી માતાનું પૂજન કરવામાં આવ્યું હતું 

માત્ર પૂજન જ નહીં પરંતુ બાળકને શિક્ષણ શું કહેવાય કેળવણી શું કહેવાય અને બાળકને માત્ર પુસ્તકનું જ્ઞાન નહીં પરંતુ સંસ્કાર સાથે ઘડતર કરવું જોઈએ પછી તે બાળકનો પોશાક હોય કે બાળકને જમવાની વાત હોય કે સ્વાસ્થ્ય અને વાલી શ્રી હેલ્મેટ ફરજિયાત પેરવો તેના વિશેની વાત શાળાના માર્ગદર્શક ડી.જે કોરડીયા સાહેબ દ્વારા કરવામાં આવી હતી

આ સમગ્ર કાર્યક્રમ પૂજન વિધિ  ગાયત્રી પરિવાર માંથી પાર્થભાઈ તેમજ સુરેશભાઈ દ્વારા કરાવવામા આવી હતી તેમજ આર.એસ.એસ સંઘના અધિકારી પણ હાજર રહ્યા હતા

શાળાએ અનોખી પહેલ દ્વારા સમગ્ર તળાજા વાસીઓને શુભ સંદેશ પાઠવ્યો હતો




































































































































No comments:

Post a Comment

આજની વાલી મીટિંગમાં આપ સૌ વાલીશ્રીઓની ઉપસ્થિતિ બદલ જય જનની સાયન્સ સ્કૂલ આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. તમારી આ મોટી સંખ્યામાં હાજરી શાળા પ્રત્યેની તમારી પ્રતિબદ્ધતા અને વિશ્વાસ દર્શાવે છે.

  આ મીટિંગ દરમિયાન, તમે શાળાના વિકાસ અને બાળકોના ભવિષ્ય માટે જે પ્રશ્નો, સૂચનો અને મૂંઝવણો રજૂ કરી છે, તે બધા પર અમે ગંભીરતાથી વિચારણા કરી ર...