ચાણક્ય સ્પોર્ટ ગ્રુપ દ્વારા આયોજિત.....ચાણક્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું....સમગ્ર ટુર્નામેન્ટ જય જનની સાયન્સ સ્કૂલ દ્વારા સ્પોન્સર કરવામાં આવી હતી...
આ આયોજન જય જનની વિદ્યા સંકુલ ના ક્રિકેટ ગ્રાઉન્ડમાં આયોજન કરવામાં આવ્યું હતું...જેમાં સમગ્ર તળાજાના સરકારી 66 થી પણ વધારે શિક્ષકોએ ભાગ લીધો હતો..
જેમાં છાવા ,વીર સાવરકર, મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી ,આઝાદ જેવી પાંચ ટીમોએ ભાગ લીધો હતો
જેમાં સ્પોર્ટમેનશીપ દાખવી શ્રેષ્ઠ ક્રિકેટ રમત પ્રદર્શન કરવામાં આવ્યું હતું...
આ ટુર્નામેન્ટનો ઉદ્દેશ ખેલ દિલિ નિર્માણ, એકતા, સહકાર જેવી ભાવના વિકસે તેમજ સ્વાસ્થ્યની કેડી કંડારવા આયોજન કરવામાં આવ્યું હતું
તેમજ આજે રામનવમી નો શુભ દિવસ હોય બપોરે 12 કલાકે ભગવાન શ્રીરામ આરતી ઉતારીને તેમની પાસે સમગ્ર વિશ્વના કલ્યાણ અને સ્વાસ્થ્ય માટે પૂજા અર્ચના પણ કરવામાં આવી હતી
કાર્યક્રમની શુભ શરૂઆત રાષ્ટ્રગીત દ્વારા અને પૂર્ણાહુતિ પણ રાષ્ટ્રગીત દ્વારા કરવામાં આવી હતી કાર્યક્રમના અંતમાં મેન ઓફ ધ મેચ, મેન ઓફ ધ સીરીઝ, બેસ્ટ બોલર, બેસ્ટ બમેન તેમજ રનર્સપ, તથા ફાઇનલ ટીમ વિજેતાને ખીમજીભાઈ ચૌહાણ પૂર્વ મહામંત્રી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ તળાજા તરફથી ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, તેમજ આ ટીમમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને ટુર્નામેન્ટ સ્પોન્સર જય જનની સાયન્સ સ્કૂલ દ્વારા ગોલ્ડ મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા
આગામી દિવસોમાં ચાણક્ય એકેડમી દ્વારા સમગ્ર તળાજા તાલુકાના વિદ્યાર્થીઓની પણ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે જેનો ઉદ્દેશ છે કે આપણા તાલુકામાંથી ભવિષ્યમાં સારા ક્રિકેટરો
ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં રમી શકે તેવા ઉદ્દેશ સાથે આગામી દિવસોમાં ભવી આયોજન પણ કરવામાં આવશે તેઓ ઉદ્દેશ તમામ આયોજક મિત્રોનો હતો
શાળાના માર્ગદર્શક શ્રી ડી.જે.કોરડીયા સાહેબ દ્વાર સમગ્ર સહાયક અને આયોજનમાં સહાયક ગુરુજનો...રમવા આવેલ...તમામ શિક્ષકોનો હૃદયથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો....
તથા...શ્રેષ્ઠ શિક્ષક એ રમત પ્રેમી હોવો જોઈએ...એજથી બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ રમતા રમતા આપી શકે....શિક્ષક રાષ્ટ્રની ધરોહર છે...એ ધારે તો વિશ્વ ને બદલી શકે છે....
વિવિધ મહેમાનો પણ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને દીપાવ્યો હતો...
No comments:
Post a Comment