આજે શાળામા 76મા પ્રજાસત્તાક દિન નિમિત્તે શાળામા વિધાર્થીઓ દ્વારા ધ્વજવંદન તથા સાંસ્કૃતિક કાર્યક્રમોની ભવ્ય રજૂઆત કરવામાં આવી.તેમજ દરેક વિદ્યાર્થીઓએ હાથમા દીપક રાખીને ભારત માતા ની આરતી કરી તેમજ સંઘના સભ્યો દ્વારા પરેડ તેમજ ભારત માતાનું પૂજન કરવામાં આવ્યું. તળાજા ના અગ્રણી વેપારી સંજયભાઈ મોદી તથા પ્યારભાઈ પંજવાણી, મહેશભાઈ ભૂત, રાઘવભાઈ કંસારા તેમજ ડૉ. વિનયભાઈ કોરડિયા, ડૉ. હિતેશભાઈ પટેલીયા, ડૉ. મનસુખભાઇ પરમાર. ડો. વિપુલભાઈ જીંજાળા. તેમજ તેમજ શાળાનાં માર્ગદર્શક ધર્મેશભાઇ કોરડિયા, ટ્રસ્ટી રમેશભાઈ કોરડિયા તેમજ સંચાલક ભાવેશભાઈ કોરડિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ વિદ્યાર્થીઓને દેશભક્તિ નું જ્ઞાન આપવામાં આવ્યું હતું.આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે શાળામાં ચાલતા અભિયાનો અંતર્ગત વિદ્યાર્થીએ વ્યસનમુક્તિ તેમજ રોડ સેફ્ટી ના સંકલ્પો લીધા હતા.