બાપડા: જય જનની વિદ્યાસંકુલ, બાપડા ખાતે ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર અને જીવનમૂલ્યોના સંવર્ધનના પવિત્ર ઉદ્દેશ્ય સાથે “મેરી સંસ્કૃતિ, મેરી વિરાસત” અંતર્ગત બે દિવસીય સંસ્કાર કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે ભાગ લઈ વિવિધ શૈક્ષણિક, સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને સર્જનાત્મક પ્રવૃત્તિઓનો લાભ લીધો હતો.
કેમ્પ દરમિયાન સર્વેશ્વર ગૌધામ, કોબડીના પૂજ્ય સંતશ્રી જયદેવ શરણ બાપુના પાવન હસ્તે વિદ્યાસંકુલના અદ્યતન અન્નપૂર્ણા ભોજનાલય, પુસ્તકાલય, હોસ્ટેલ, ગર્લ્સ સ્પોર્ટ્સ એકેડમી તેમજ રમત-ગમતના મેદાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂજ્ય બાપુશ્રીએ ગૌસેવાનું મહત્વ સમજાવતાં ભારતીય સંસ્કૃતિમાં ગાયના પવિત્ર સ્થાન વિશે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન શિક્ષકગણ દ્વારા પ્રાર્થના, ભજન અને સાંસ્કૃતિક કાર્યક્રમોની સુંદર રજૂઆત કરવામાં આવી હતી. તેમજ શ્રી ડી. જે. કોરડિયા સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને તિલક, શિખા, યજ્ઞોપવિત, એકાદશીનું મહત્વ, તુલસી પૂજન, સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવાની પરંપરા, સૂર્યનમસ્કાર તેમજ ભારતીય સંસ્કૃતિના વિવિધ પાસાઓ અંગે વિસ્તૃત અને પ્રેરણાત્મક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કેમ્પ દરમિયાન વિવિધ સ્પર્ધાઓ, રમતો, કૌશલ્ય વિકાસ પ્રવૃત્તિઓ અને સર્જનાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની પ્રતિભા અને સર્જનાત્મકતાનું ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. વિવિધ સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે વિદ્યાસંકુલના શિક્ષકમિત્રો, સ્ટાફગણ અને આયોજક ટીમે અથાગ મહેનત કરી હતી. કેમ્પ દ્વારા વિદ્યાર્થીઓમાં સંસ્કાર, આત્મવિશ્વાસ, નેતૃત્વ ક્ષમતા, શિસ્ત, રાષ્ટ્રપ્રેમ અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ગૌરવની ભાવના વિકસાવવામાં મહત્વપૂર્ણ યોગદાન મળ્યું હતું.
જય જનની વિદ્યાસંકુલ, બાપડા દ્વારા આયોજિત આ બે દિવસીય સંસ્કાર કેમ્પની ભવ્ય સફળતા બદલ તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ, મહાનુભાવો અને આયોજકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.




































































































































No comments:
Post a Comment