Friday, June 5, 2026

આજ રોજ જય જનની વિદ્યાસંકુલ, બાપડા ખાતે "મેરી સંસ્કૃતિ, મેરી વિરાસત" અંતર્ગત બે દિવસીય કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.


નમસ્કાર,

આજ રોજ જય જનની વિદ્યાસંકુલ, બાપડા ખાતે "મેરી સંસ્કૃતિ, મેરી વિરાસત" અંતર્ગત બે દિવસીય કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પનો મુખ્ય હેતુ બાળકોમાં ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર મૂલ્યો અને વિવિધ જીવનોપયોગી કૌશલ્યોનો વિકાસ કરવાનો હતો. આ માટે વિવિધ સ્પર્ધાઓ, રમતો અને સર્જનાત્મક પ્રવૃત્તિઓનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ અને રસપૂર્વક ભાગ લીધો હતો.

કેમ્પ દરમિયાન શિક્ષકગણ દ્વારા સુંદર પ્રાર્થના કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. તેમજ શ્રી D. J. કોરડિયા સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને તિલક, શિખા, યજ્ઞોપવિત, એકાદશીનું મહત્વ, તુલસીને પાણી અર્પણ કરવાનું મહત્વ, સૂર્યને અર્ઘ્ય આપવાની પરંપરા, સૂર્યનમસ્કાર તથા ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલા અનેક વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શિક્ષકોએ ખૂબ જહેમત ઉઠાવી હતી અને વિદ્યાર્થીઓને વિવિધ પ્રવૃત્તિઓમાં સક્રિયપણે જોડ્યા હતા. સ્પર્ધાઓ, રમતો અને અન્ય પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમ વિદ્યાર્થીઓમાં સંસ્કાર, આત્મવિશ્વાસ, નેતૃત્વ અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ગૌરવની ભાવના વિકસાવવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થયો હતો.

જય જનની વિદ્યાસંકુલ, બાપડા દ્વારા આયોજિત આ કેમ્પની સફળતા બદલ તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આયોજકોને અભિનંદન. 🌸🙏🏻









































































































































































































































































































































































































































































































































































































 

No comments:

Post a Comment