જય જનની સાયન્સ સ્કુલ-બપાડામાં પતંગ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી...
જેમાં બાળકોએ વેસ્ટ માંથી બેસ્ટ પતંગો પણ બનાવી હતી તેમજ બાળકોએ મેદાનમાં પતંગ ઉડાવી આનંદ લીધો .. તેમજ શાળા તરફથી તમામ બાળકોને શેરડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકો શેરડી અને ઘરેથી ચીકી તેમજ મમરાના લાડુ તલના લાડુ લઈને આવ્યા અને બાળકોએ સાથે ખાઈને આનંદ પણ લીધો હતો
તેમજ ઉતરાયણ પર્વનું મહત્વ શું છે તેનો સાચો અર્થ પણ સમજાવવામાં આવ્યો હતો. શા માટે તલ અને ગોળના તેમજ મમરા અને ગોળના લાડુ ખાવાથી શું ફાયદો થાય અને શું તેનું મહત્વ રહેલું છે શેરડી ખાવાથી શું ફાયદો થાય એની સાચી સમજૂતી સાથે પતંગ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.. તેમજ તમે પતંગ ચગાવો ત્યારે ઘેરે કે અગાસી ઉપર કે કપાઈ ગયેલી પતંગની પાછળ ન દોડવું તેમની સમજ પણ બાળકોને આપવામાં આવી હતી તાર કે ઇલેક્ટ્રીક થાંભલામાં ફસાયેલી પતંગ લેવા ન જાવું. આવી માહિતી શાળાના માર્ગદર્શક ડી જે કોરડીયા સાહેબ દ્વારા આપવામાં આવી હતી

































































































































































































No comments:
Post a Comment