જય જનની વિદ્યાસંકુલ, બપાડા ખાતે 77મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી...
જય જનની વિદ્યાસંકુલ, બપાડા ખાતે 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી આન–બાન–શાનથી કરવામાં આવી. કાર્યક્રમમાં ધ્વજવંદન ટ્રસ્ટીશ્રી રમેશભાઈ કોરડીયા ના કરકમલ દ્વારા કરવામાં આવ્યું.
વિદ્યાર્થીઓએ પરેડ દ્વારા કાર્યક્રમમાં રોનક ભરી હતી. સાથે જ દેશભક્તિ ગીતો, પિરામિડ રચના અને ભાષણો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમની સુંદર ઝાંખી રજૂ કરવામાં આવી. પ્રજાસત્તાક દિવસ સાથે આપણા સંસ્કારોની ઓળખ કરાવતા વિદ્યાર્થીઓએ શ્રીમદ ભગવદ ગીતા ના શ્લોકો કંઠસ્થ રીતે પાઠ કરીને રાષ્ટ્રીય પર્વને વધુ ગૌરવપૂર્ણ બનાવ્યો.
ટ્રસ્ટીશ્રી રમેશભાઈ કોરડીયા એ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે, “પ્રજાસત્તાક દિવસની ઉજવણી ત્યારે જ સાર્થક ગણાશે જ્યારે આપણે ભ્રષ્ટાચાર દૂર કરીશું, ભાઈચારાની ભાવના વિકસાવશું અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશના વિકાસમાં સહકાર આપશું. ત્યારે જ સાચા અર્થમાં રાષ્ટ્રીય તહેવારની ઉજવણી થશે.”
કાર્યક્રમ દરમિયાન થોડા દિવસ પહેલા જમ્મુ-કાશ્મીરમાં બસ અકસ્માતમાં વીરગતિ પામેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી તેમજ તેમાં ઘાયલ થયેલા સૈનિકો ઝડપથી સ્વસ્થ થાય અને ફરી દેશસેવામાં જોડાય તેવી ભગવાનને પ્રાર્થના કરવામાં આવી.

















































































