Saturday, September 7, 2024
જય જનની વિદ્યા સંકુલ બપાડા ખાતે આજે સ્વાસ્થય અભિયાન થીમ સાથે ગણપતિજીનું થયું સ્થાપન આજે સવંતસરી ભારતભરમાં ગણપતિજીનું સ્થાપન કરવામાં આવ્યું જેમાં જય જનની વિદ્યા સંકુલ માં સ્વાસ્થ્ય અભિયાન ની થીમ સાથે ગણપતિજીનું સ્થાપન થયું અને સમગ્ર ભારત ના લોકો માટે ગણપતિજી માટે બાળકોએ લોકોનું તંદુરસ્ત જીવન ના આશીર્વાદ મેળવ્યા આ વર્ષે સંસ્થાએ શરૂ કરેલું અભિયાન સ્વાસ્થ્ય અભિયાન માં સૌથી વધુ બે લાખ લોકોને જોડવાનો સંકલ્પ ગણપતિજીની સામે શાળાના તમામ બાળકોએ લીધો અને આ અભિયાન થકી સમગ્ર ભારતના લોકોનું જીવન સ્વાસ્થય સુધરે તેવી ગણપતિજીને પ્રાર્થના કરી અને કોઈપણ પરિવાર ઉપર કોઈ એટેક બીમારી નું વિઘ્ન ન આવે તેવી વિઘ્નહર્તાને પ્રાર્થના કરવામાં આવી શાળાના શિક્ષિકા બહેનોના હસ્તે ગણપતિજીનું ભારતીય સંસ્કૃતિ અનુસાર કુમકુમ તિલક સ્વસ્તિક કળશ અને અનાજ સાથે સ્થાપન થયું વિદ્યાર્થીઓએ અને શિક્ષક મિત્રોએ આરતી ઉતારી હવે પછી દરરોજ ગણપતિજીની આરતી ધોરણ મુજબ વિદ્યાર્થીઓ જ ઉતારશે અને દરરોજ સમગ્ર ભારતવાસીઓ માટે તેમના કલ્યાણ તેમજ તેમના વિઘ્ન દૂર કરવા માટે પ્રાર્થના કરવામાં આવશે..
Subscribe to:
Post Comments (Atom)
-
👉 જય જનની વિદ્યા સંકુલ બપાડામાં આજે રક્ષાબંધનની ભવ્ય ઉજવણી થઈ 👉 જેમાં શાળાની બહેનો દ્વારા સરહદ પર તેનાત.. સૈનિકો તથા આપણા લોકપ્રિય વડાપ્ર...
No comments:
Post a Comment