Monday, December 25, 2023
નમસ્કાર જય જનની બપાસરા ખાતે આજે ઉજવાયો અનેરો ઉત્સવ આજે વિશ્વ નાતાલની ઉજવણી કરી રહ્યું છે જ્યારે જય જનની વિદ્યા સંકુલના બાળકો તુલસી માનું પૂજન કરી લોકોને એક શ્રેષ્ઠ સંદેશ પાઠવ્યો હતો તેમજ આજે અયોધ્યા થી આવેલા કળશ નું સ્વાગત શાળાની બહેનો દ્વારા સામૈયા તેમજ કુમ કુમ્ તિલક થી કરવામાં આવ્યું તેમજ આ કાર્યક્રમમાં વિશાલભાઈ રાજ્યગુરુ અતિથિ વિશેષ તરીકે આવી બાળકોને તુલસી પૂજન વિશે માહિતી આપી હતી તેમજ શાળા દ્વારા થઈ રહેલી શ્રેષ્ઠ કામગીરીની વાતો પણ બાળકોને કહી એટલું જ નહીં આ કળશ છે તે શાળામાં ભણતી દલિત સમાજની દીકરીએ પોતાના માથા ઉપર ધારણ કરી તેમનું પૂજન કર્યું હતું અને એક લોકોને શ્રેષ્ઠ સંદેશ આપ્યો કે સમગ્ર ભારત નાત જાતના ભેદભાવથી દૂર રહી અમે હિન્દુ છીએ બસ આ એકતા ભાવનાથી શાળામાં પૂજન કરવામાં આવ્યું હતું તેમજ તુલસી પૂજન માં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા શાળાના kg થી ૧૨ ના બાળકોએ તુલસી પૂજન કર્યું અને આરતી ઉતારી હતી તેમજ શાળાનાં માર્ગદર્શક ડી જે કોરડીયા સાહેબે તુલસીને મા તરીકે તો પૂજન કર્યું પરંતુ તુલસીના કેટલા ગુણો છે જે કેટલાં ઉપયોગી છે તેની માહિતી પણ બાળકો ને આપી હતી
Subscribe to:
Posts (Atom)
-
👉 જય જનની વિદ્યા સંકુલ બપાડામાં આજે રક્ષાબંધનની ભવ્ય ઉજવણી થઈ 👉 જેમાં શાળાની બહેનો દ્વારા સરહદ પર તેનાત.. સૈનિકો તથા આપણા લોકપ્રિય વડાપ્ર...