Tuesday, August 29, 2023
જય જનની વિદ્યા સંકુલ બપાડા ખાતે રક્ષાબંધનના પર્વની અનોખી અલગ ઉજવણી થઈ જેમાં સૌ પ્રથમ શાળાના કેમ્પસમાં શાળાના આરાધ્યદેવ હનુમાનજીનુ અતિ ભવ્ય મંદિર છે ત્યાં શાળાની બહેનોએ તેમને રાખડી બાંધી કારણ કે હનુમાનજી મહારાજ છે તે કળિયુગના જાગતા દેવ છે અને તે સતત સર્વની રક્ષા કરી રહ્યા છે સમગ્ર દેશની રક્ષા કરે આપત્તિઓથી બચાવે તે હેતુસર શાળાની બહેનોએ રાખડી બાંધી તેમની આરતી ઉતારી અને આશિષ મેળવ્યા રક્ષાબંધનનો તહેવાર એટલે ભાઈ બહેનના પવિત્ર સંબંધનું પ્રતીક આ દિવસે દરેક બહેન પોતાના ભાઈને રાખડી બાંધે પરંતુ જયજનની વિદ્યા સંકુલ બપાડા માં શાળાની બહેનોએ શાળામાં રહેલા ભાઈઓ સાથે રક્ષાબંધન ઉજવી તેમના હાથ ઉપર રાખડી બાંધી આ ઉપરાંત શાળામાંથી સરહદ ઉપર તેનાત રહેતા સૈનિકો માટે રાખડી અને શુભેચ્છા પત્રક મોકલી, તેમજ આપણા દેશના લોકપ્રિય આદરણીય વડાપ્રધાન શ્રીનરેન્દ્ર ભાઈ મોદીને રાખડી તેમજ શુભેચ્છા પત્ર મોકલ્યું તેમજ સાંસદ સભ્ય ધારાસભ્ય અને તળાજા તાલુકાના તમામ પોલીસ સ્ટેશન રાખડી તથા રક્ષાબંધન શુભેચ્છા પત્ર મોકલી આ તહેવારમાં અનોખો પ્રેમ વ્યક્ત કર્યો શાળાની બહેનોએ વિશેષ જણાવ્યું કે આ બધા જ લોકો આપણી માટે સતત કાર્ય કરતાં રહેલા છે અને તેઓ પોતાના પરિવાર સાથે રક્ષાબંધનનો તહેવાર ઉજવી શકતા નથી તે માટે અમે અહીંથી રાખડી મોકલી આ પર્વની ઉજવણી તેમની સાથે અને તે લોકોએ અમારી સાથે કરી તેઓ અહેસાસ વ્યક્ત કરી રહ્યા છીએ ભગવાન આ સર્વના હાથે યશસ્વી કાર્ય કરાવે તેવી શુભકામના પણ શાળાની બહેનોએ પાઠવી હતી તેમજ શાળાની બહેનોએ વૃક્ષોને રાખડી બાંધીને સમાજને એક અલગ સંદેશ આપ્યો હતો કે આપણે જેના હાથે રાખડી બાંધીએ તેનું રક્ષણ પણ કરવું ખૂબ જરૂરી છે તો આવો સૌ સાથે મળીને વૃક્ષનું જતન કરીએ.... રક્ષાબંધન પર્વે શાળામાં વિવિધ પ્રવૃત્તિ પણ યોજાણી જેમાં ચિત્ર કામ વેસ્ટ માંથી બેસ્ટ રાખડી ગૂંથણ રાખડી તેમજ કઠોળમાંથી પણ જુદી જુદી રાખડી બનાવવામાં આવી જે રાખડીકલા અદભુત સર્જન કલા જોવા મળી હતી જેમાં શાળાના ભાઈઓ બહેનોએ ભાગ લીધો...જેમાં આ તમામ બાળકોને શાળાના માર્ગદર્શક સંચાલક અને આચાર્ય મિત્રોએ એક બે ત્રણ નંબર આપી પ્રોત્સાહિત કર્યા તેમજ અભિનંદન પણ આપ્યા હતા *આપની* *જય જનની સાયન્સ સ્કૂલ & હોસ્ટેલ* *શાળા પરિવાર*
Subscribe to:
Post Comments (Atom)
-
👉 જય જનની વિદ્યા સંકુલ બપાડામાં આજે રક્ષાબંધનની ભવ્ય ઉજવણી થઈ 👉 જેમાં શાળાની બહેનો દ્વારા સરહદ પર તેનાત.. સૈનિકો તથા આપણા લોકપ્રિય વડાપ્ર...
No comments:
Post a Comment