Tuesday, August 15, 2023
૭૭ માં સ્વતંત્રતા દિવસની જનની શાળામાં આન-બાન-શાન સાથે ઉજવણી કરવામાં આવી...નમસ્કાર 15 મી ઓગસ્ટ સ્વાતંત્ર પર્વની ઉજવણી જય જનની આન બાન અને શાન થી ઉજવણી કરવામાં આવી જય જનની વિદ્યા સંકુલ બપાડા માં 15મી ઓગસ્ટની ઉજવણી આજે અતિ ભવ્ય રીતે કરવામાં આવી જેમાં મુખ્ય મહેમાન તરીકે અલંગ પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ ના વરદ હસ્ત કરવામાં આવી હતી તેમજ કૈલાશ આશ્રમના ધારડી ના સંત શ્રી પણ અતિથિ વિશેષ ઉપસ્થિત હતા આ સાથે આરએસએસ ના કાર્યવાહ પણ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને વિશેષ સ્વાતંત્ર પર્વની તેમજ આપણી સંસ્કૃતિની લક્ષી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું આ પર્વ પહેલા શાળામાં મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત વિવિધ ઈતર પ્રવૃત્તિઓ અને સ્પર્ધાઓ પણ થઈ જેમાં ચિત્ર સ્પર્ધા રંગોળી સ્પર્ધા વર્ગ સુશોભન સ્પર્ધા તેમજ મટકા ડેકોરેશન સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરેક વિદ્યાર્થીઓને એક બે ત્રણ નંબર અને ઇનામ આપી પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા સાથે સાથે મેં આઝાદીકામૃત મહોત્સવ અંતર્ગત મેરી મિટ્ટી મેરા દેશ ની શપથ વિધિ નો કાર્યક્રમ શાળાના માર્ગદર્શક શ્રી ડીજે કોરડીયા સાહેબ દ્વારા કરવામાં આવ્યો હતો તેમજ શાળાના 1700 બાળકોએ પોતાના પરિવાર સાથે મળીને કુલ 2000 પત્ર આપણા માનનીય આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીને અભિનંદન પત્ર મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત વૃક્ષારોપણ. હર ઘર તિરંગા જેવા નવતર પ્રયોગ માટે શપથ તેમજ અભિનંદન માટેનો પત્ર પણ લખ્યા હતા તેમજ શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિવિધ દેશભક્તિ ગીત શાળાની બહેનો દ્વારા રજૂ થયા તેમ દિલ સ્પર્શી સ્પીચ નું વક્તવ્ય પણ બાળકો દ્વારા આપવામાં આવ્યું હતું તેમજ રાણી લક્ષ્મીબાઈ ચંદ્રશેખર આઝાદ કલ્પના ચાવલા ભારત માતા આર્મી બ્લેક કમાન્ડો જેવા વિવિધ પાત્રો સાથે વેશભૂષા નું પણ આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે ભાઈઓ બહેનોના વિવિધ દેશભક્તિ ગીત ઉપર રંગા રંગ અભિનય નૃત્ય પણ રજૂ થયા આમ 15 મી ઓગસ્ટ ની ઉજવણી જય જનની વિદ્યા સંકુલ ખાતે અતિ ભવ્ય કરવામાં આવી
Subscribe to:
Post Comments (Atom)
-
👉 જય જનની વિદ્યા સંકુલ બપાડામાં આજે રક્ષાબંધનની ભવ્ય ઉજવણી થઈ 👉 જેમાં શાળાની બહેનો દ્વારા સરહદ પર તેનાત.. સૈનિકો તથા આપણા લોકપ્રિય વડાપ્ર...
No comments:
Post a Comment