જય જનની વિદ્યા સંકુલ બપાડા દ્વારા આજે રાષ્ટ્રપતિ દ્વારા શોર્ય ચક્રથી સન્માનિત વીર જવાન ડાભી સંજયભાઈ હીફાભાઈ નો સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં રૂખડભાઈ ચૌહાણ કારોબારી ચેરમેન જિલ્લા પંચાયત, મંગાભાઈ બાબરીયા ચેરમેન શ્રી સિંચાઈ સમિતિ, પ્રવીણભાઈ વાળા સદસ્ય શ્રીજિલ્લા પંચાયત, મુકેશભાઈ મકવાણા જિલ્લા પંચાયત સભ્ય શ્રી મંગાભાઈ સોલંકી પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ, માન ભાઈ ચારોડીયા, ભરતભાઈ ડાભી પૂર્વ સરપંચ શ્રી મીઠીવીરડી .. તેમજ શાળાના ટ્રસ્ટીશ્રી તુલસીભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા
વિદ્યાર્થીની બહેનો દ્વારા કુમકુમ તિલક અને સામૈયાથી સ્વાગત કરવામાં આવ્યું
જેમાં શાળાના મુખ્ય ગેટથી વિદ્યાર્થી દ્વારા પરેડ તેમજ શાળાની પાંચથી આઠના બહેનો દ્વારા હાથમાં તિરંગા અને પુષ્પો દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું... તેમજ શાળાના બાળકો આર્મી મેન, ભારત માતા, બ્લેક કમાન્ડો ના પોશાકથી સ્વાગત માટે સજ થયા હતા
આ કાર્યક્રમમાં શાળાના 2000 બાળકો જોડાયા સંજયભાઈ દ્વારા બાળકોને પ્રેરણાત્મક ઉદબોધન આપવામાં આવ્યું કે ક્યારેય હિંમત ન હારવી જોઈએ અને બહાદુરી પૂર્વક સામનો કરવો જોઈએ આંતકવાદી સાથે બનેલી ઘટના બાળકો સાથે વાગો ળી હતી તેમજ બાળકોને ક્લાસરૂમમાં જઈને પર્સનલી માર્ગદર્શન પણ આપ્યું હતું
No comments:
Post a Comment