આભાર તળાજા
આજની મેગા ટેસ્ટ માં વિદ્યાર્થીઓનો સેલાબ ઉમટ્યો
આજે જય જનની સાયન્સ સ્કૂલ બપાડા ખાતે ધોરણ 9 ના બાળકો ના પ્રવેશ માટે મેગા પ્રવેશ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ 1100 થી વધારે વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા...આ અદ્દભુત વિશ્વાસ મુકવા બદલ....જનની શાળા સમગ્ર તળાજા અને તળાજાના વાલીઓનો હૃદયથી આભાર વ્યક્ત કરે છે...
આ તમામ વિદ્યાર્થીઓને પરીક્ષામાં ગામ મુજબ પ્રથમ , દ્વિતીય , તૃતીય નંબર આપી પ્રથમ નંબર ને 1000 તેમજ બીજા નંબરના બાળકને 500 અને ત્રીજા નંબરના બાળકને 250 ના પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા
તેમજ શાળાના માર્ગદર્શક ડી .જે કોરડીયા સાહેબ દ્વારા ભાઈઓ બહેનોનો જુદો જુદો ચારિત્ર સેમિનાર..ભારત વર્ષના ભવ્ય ઇતિહાસ અને ઐતિહાસિક કહાનીઓ...ભારતવર્ષની ગરિમા દ્વારા બાળકને પોતાના જીવનમાં ધ્યેય લક્ષ અને ચારિત્ર્યથી પોતાના જીવનને અનમોલ બનાવવા આહવાન કરવામાં આવ્યું હતું..! સાથે સાથે બહેનોને આજીવન કોઈ જ ખરાબ કદમ ન ઉઠાવવા અને ઈશ્વર પ્રદત નારી તરીકેના અનમોલ જીવનને શ્રેષ્ઠતા અને આદર્શતા સાથે જીવવા....સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો....
ત્યારબાદ આવેલ તમામ બાળકોએ શાળામાં રહેલી વિશાળ ત્રણ લેબો ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજી લેબમાં પ્રયોગો કરી માહિતી મેળવી હતી
તેમજ શાળાના વિશાળ રમતના મેદાનમાં ખોખો કબડી હોલી બોલ જેવી રમતો બાળકો રમ્યા હતા
તેમજ દરેક ગામથી બાળકોને શાળા દ્વારા લેવા મુકવાની વ્યવસ્થા કરવામાં આવી હતી
તેમજ તમામ બાળકોને શાળા દ્વારા નાસ્તાની વ્યવસ્થા કરી હતી
🙏🏻🇮🇳🙏🏻
આ સમગ્ર કાર્યક્રમમાં શાળાના ઈમાનદાર સમગ્ર સ્ટાફે ખૂબ જહેમત ઉઠાવી હતી....!
🙏🏻🇮🇳🙏🏻🇮🇳🙏🏻
આપણું શિક્ષા અને સંસ્કાર ધામ
જય જનની સાયન્સ સ્કૂલ & હોસ્ટેલ
No comments:
Post a Comment