Sunday, October 1, 2023
આજનું અનોખું દરિયા કિનારે સ્વચ્છતા અભિયાન જય જનની....1 ઓક્ટોબર ગાંધીજીની જન્મ જયંતી ત્યારે આપણા લોકપ્રિય માનનીય આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં શરૂ થયેલ સ્વચ્છતા અભિયાન અંતર્ગત જય જનની વિદ્યા સંકુલ બપાડા વાત્સલ્ય હોસ્ટેલના બાળકોએ આજે ઝાંઝમેર ખાતે આવેલ મસ્તરામ બાપા મંદિરની સાફ સફાઈ કરી તેમજ ત્યાં દરિયા કિનારે પણ સાફ-સફાઈ કરી તેમજ લોકો ને સ્વચ્છતા રાખવા અપીલ કરી હતી આ દરિયા કિનારો માત્ર ફરવા લાયક સ્થળ જ઼ નહિ પરંતુ આપણું કુદરતી સંસાધન છે તેમજ સૌથી લાંબો દરિયા કિનારો સમગ્ર ભારતમાં ગુજરાતને મળ્યો છે ત્યારે આપણે તેનું જતન કરવું ખૂબ જરૂરી છે અહીંયા કોઈ ગંદકી ન કરવી જોઈએ તેમજ પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવા સૌ લોકોને સમજાવટ પણ કરી હતી તો વળી શાળાના માર્ગદર્શક શ્રી ડીજે સાહેબે વિશેષમાં જણાવ્યું હતું કે તો આવો આપ સૌ સાથે મળીને સૌપ્રથમ આ શુભ શરૂઆત આપણા ઘરથી કરીએ ત્યારબાદ આપણી શહેરી અને ગામને સ્વચ્છ બનાવી અને સમગ્ર ભારતને સ્વચ્છ ભારત બનાવીએ વિશેષમાં જણાવ્યું હતું કે આપણે આપણા શરીરને પણ સ્વચ્છ રાખવું જોઈએ ગમે તે પણ વ્યસન દ્વારા શરીરને ગંદુ થતું અટકાવવું જોઈએ શરીરની પણ સ્વચ્છતા રાખવી જોઈએ સૌ લોકોને આ સ્વચ્છતા અભિયાનમાં જોડાવા માટે આહવાન કર્યો હતૂ
Subscribe to:
Post Comments (Atom)
-
👉 જય જનની વિદ્યા સંકુલ બપાડામાં આજે રક્ષાબંધનની ભવ્ય ઉજવણી થઈ 👉 જેમાં શાળાની બહેનો દ્વારા સરહદ પર તેનાત.. સૈનિકો તથા આપણા લોકપ્રિય વડાપ્ર...
No comments:
Post a Comment