Monday, December 30, 2019
KJJ...કૌન જીતેગા જંગ... નવા વર્ષના પ્રથમ શનિવારે...તમામ અભ્યાસક્રમને આવરી લઈને “કૌન જીતેગા જંગ”પ્રશ્નમંચ યોજાશેજેમાં સત્ર-૨ ના તમામ અભ્યાસક્રમ/જનરલ નોલેજ/સ્થાનિક ગતિવિધિઓ/તમામ વિષયો ને આવરી લેવામાં આવશે................ પ્રથમ શૈક્ષણિક મંથ-૧ દરમિયાન એટલે કે જાન્યુઆરી માસ દરમિયાન શાળામાં દર શનિવારે અનેક અભ્યાસિક પ્રવૃતિઓનું આયોજન થશે.જેથી બાળકો હોશે-હોશે જોડાશે અને ગમ્મત સાથે જ્ઞાન અર્જિત કરશે.આ જાન્યુઆરી માસ દરમિયાન “KJJ/કર્સીવ/શ્રેષ્ઠ બાળખોજ/ઓલ ચેકિંગ/શીઘ્ર પ્રશ્નોત્તરી/શીઘ્ર નિબંધ-કાવ્ય-પત્ર-વાર્તા લેખન/પતંગોત્સવ/૨૬મી જાન્યુઆરી જેવી અનેક વિધ પ્રવૃતીઓનું આયોજન થનાર છે...
Wednesday, December 25, 2019
#સૂર્યગ્રહણ નિહાળતા જનનીના બાળકો #આજરોજ ઉત્તર અને દક્ષિણ ભારતમાં સવારે 8.00 થી લઈ 10.53 AM સુધી સૂર્યગ્રહણ દેખાયું... શાળાના પ્રભાવશાળી વિજ્ઞાન શિક્ષકશ્રી શૈલેષભાઇ અને બીપીનભાઈ તથા આચાર્યશ્રી નિરાજભાઈ અને પ્રવિણભાઇ એ બાળકોને વૈજ્ઞાનિક સમજ તથા પ્રકૃતિના ફેરફારો ની સદ્રશ્ય સમજ આપવાના હેતુથી શાળાના તમામ બાળકોને વિવિધ સાધનો અને સામગ્રીની મદદથી સૂર્યગ્રહણ ના દર્શન સાથે સાથે સૂર્યગ્રહણ વિશે વુશેષ માર્ગદર્શન આપ્યું હતું.. સાથે સાથે સમગ્ર સ્ટાફ પણ જોડાયો હતો.... જય જનની
Subscribe to:
Posts (Atom)
-
👉 જય જનની વિદ્યા સંકુલ બપાડામાં આજે રક્ષાબંધનની ભવ્ય ઉજવણી થઈ 👉 જેમાં શાળાની બહેનો દ્વારા સરહદ પર તેનાત.. સૈનિકો તથા આપણા લોકપ્રિય વડાપ્ર...